For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગામોમાં ૬૦ ટકા લોકો ગંભીર બિમારીની સારવાર માટે અન્ય રાજ્યોમાં જાય છે

દેશના અલગ અલગ છ ક્ષેત્રોના કુલ ૬૪૭૮ લોકોને સામેલ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો

'સ્ટેટ ઓફ હેલ્થકેર ઇન રૃરલ ઇન્ડિયા-૨૦૨૩'નો દાવો

Updated: Aug 2nd, 2023


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨ગામોમાં  ૬૦ ટકા લોકો ગંભીર બિમારીની સારવાર માટે અન્ય રાજ્યોમાં જાય છે

ગ્રામીણ વિસ્તારોમાં ૬૦ ટકાથી વધુ લોકો ગંભીર રોગોની સારવાર માટે અન્ય રાજ્યોમાં જાય છે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 'સ્ટેટ ઓફ હેલ્થકેર ઇન રૃરલ ઇન્ડિયા-૨૦૨૩' નામના અભ્યાસમાં ૬૪૭૮ લેોકોને સામેલ કરી અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસમાં ૭૫ ટકા પુરુષો અને ૨૫ ટકા મહિલાઓને સામેલ કરવામાં આવ્યા હતોં. આ અભ્યાસમાં  ઉત્તર, દક્ષિણ, ઉત્તર-પૂર્વ, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ એમ છ રિજિયનના લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં.

ટ્રાન્સફોર્મ રૃરલ ઇન્ડિયા સમબોધી રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૬૦ ટકા લોકો સરકાર સંચાલિત સેકન્ડરી લેવલ ફેસિલિટીનો ઉપયોગ કરે છે. ૨૨ ટકા  લોકો પ્રાઇવેટ હોસ્પિટલ તથા પાંચ ટકા લોકો પ્રાઇવેટ મેડિકલ પ્રેકટિશનર પાસે સારવાર લે છે.

આ અભ્યાસમાં સામેલ લોકો પૈકી ૫૧.૬ ટકા ઘરો ૨૫૦૦૦ રૃપિયાથી ઓછો ખર્ચ કરે છે અને ૨૫ ટકા ?ઘરો ૨૫,૦૦૧ થી ૫૦,૦૦૦ રૃપિયાનો ખર્ચ કરે છે.

આ અભ્યાસ મુજબ ગ્રામીણ ભારતના ૫૮ ટકા લોકો ક્યારેક જ ઘરગથ્થુ પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. આ રિપોર્ટ ટ્રાન્સફોર્મ રૃરલ ઇન્ડિયા અને સમબોધી રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમ ડેવલોપમેન્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

 

 

Gujarat